સ્ટોક માર્કેટથી પૈસા કમાવાની બે મુખ્ય રીત છે પહેલી ઇન્વેસ્ટિંગ અને બીજી ટ્રેડિંગ. ઇન્વેસ્ટિંગ માં સારા અને ક્વોલિટી શેયર ની ખરીદી કરી અને લાંબા સમય હોલ્ડ કરી તેમાં પૈસા બનાવી શકાઈ છે. જ્યારે ટ્રેડિંગમાં શેયર ને ઓછા સમયગાળા માટે ખરીદી અને બાદ તેને વેચી પૈસા બનાવી શકાય છે.
આજે આ આર્ટીકલમાં આપણે ટ્રેડિંગ માં ઓપ્શન ટ્રેડિંગ ને વિસ્તારથી સમજવાના છીએ. આજે હું તમને ઓપ્શન ટ્રેડિંગ (Options Trading in Gujarati) ને એકદમ સરળ ભાષામાં સમજાવીશ જેથી કરીને તમારા બધા જ ઓપ્શન ટ્રેડિંગ ને લગતા ડાઉટસ ખૂબ જ સરળતાથી ક્લિયર થઈ જશે.
ઓપ્શન ટ્રેડિંગ (Options Trading in Gujarati)
ઓપ્શન ટ્રેડિંગ નો અર્થ
ઓપ્શન ટ્રેડિંગ એક સરળ ઉદાહરણથી સમજીએ:
ધારો કે તમે કોઈ એક કંપનીના 1000 શેયર ₹5000 નું પ્રીમિયમ દઈને એક મહિના પછીના ₹100 પ્રતિ શેયર ની ખરીદી ના ઓપ્શન લીધા છે.
હવે તમારી પાસે એક મહિના પછી એ જ કંપનીના 1000 શેયર ₹100 પ્રતિ શેયર ખરીદવાનો હક હશે. ભલે પછી એ શેયર ની પ્રાઈઝ કંઈ પણ હોય.
ધારો કે એ જ કંપનીના શેયર એક મહિના બાદ ₹80 ના થયા ગયા તો તમારી પાસે વિકલ્પ (option) રહેશે કે તમે તે શેયર ને ના ખરીદો. આ સ્થિતિમાં તમારે ₹5000 નુકસાન થશે, જે તમે પ્રીમિયમના રૂપમાં દીધા હતા.
અને માની લ્યો કે એજ કંપનીના શેયર ની કિંમત એક મહિના બાદ વધીને રૂપિયા 130 થઈ ગઈ. તો તમે તમારા ઓપ્શન નો પ્રયોગ કરીને પ્રોફિટ બનાવી શકો છો. આમાં તમને ₹130 ભાવનો શેયર માત્ર ₹100 મળી જશે.
ઓપ્શન ટ્રેડિંગ ના પ્રકાર | types of option
1. કોલ ઓપ્શન (call option)
2. પુટ ઓપ્શન (put option)
કોલ ઓપ્શન (call option) | કોલ ઓપ્શન શું છે ?
કોલ ઓપ્શનમાં તમારી પાસે અધિકાર હોય છે કે તમે કોઈ પણ શેયર કે સિક્યુરિટી ને એક નિશ્ચિત સમય ની અંદર એક નિર્દિષ્ટ મૂલ્ય પર ખરીદી શકો છો. ઓપ્શનમાં ખરીદી તમારો અધિકાર હોય છે ના કે જવાબદારી. એનો મતલબ તમે ધારો તો શેયર ને ખરીદી પણ શકો અને ના પણ.
આ અધિકારને પ્રાપ્ત કરવા માટે તમારે એક પ્રીમિયમ નું ભુગતાન કરવાનું હોય છે . જે તમને પાછું મળવા પાત્ર નથી હોતું. આ પ્રીમીયમ ઓપ્શન સેલરને પ્રાપ્ત થાય છે.
કોલ ઓપ્શન ના પ્રયોગ ની છેલ્લી તારીખ ને ‘expiry date’ કહેવાય છે.
સરળ ભાષામાં વાત કરીએ તો કોલ ઓપ્શન શેયર માર્કેટમાં બુલ માર્કેટની સંભાવના હોય ત્યારે ખરીદવામાં આવે છે. જ્યારે શેયરની કિંમત વધી જાય છે ત્યારે ઓપ્શન બાયર મોટી માત્રામાં નફો કરી શકે છે.
પુટ ઓપ્શન (put option) | પુટ ઓપ્શન શું છે ?
પુટ ઓપ્શનમાં ધારક ને ભુગતાન કરેલા પ્રીમિયમના બદલે expiry date કે તો કોઈ પણ એની પહેલા ના સમય સ્ટ્રાઈક પ્રાઇસ પર કોઈપણ વિશેષ સંપત્તિ કે તો શેયર ને વેચવાનો અધિકાર હોય છે.
કારણ કે તમે કોઈપણ સમયે સ્ટોકની વેચી શકો, જો કોન્ટ્રાક્ટ નો સમય ગાળે સ્ટોકની કિંમત ઘટે છે તો તમે પુટ ઓપ્શન નો વપરાશ કરીને નુકસાન થી વેચી શકો છો. એટલે જ્યારે સ્ટોકની કિંમત ઘટે છે, ત્યારે બુટ ઓપ્શન ની વેલ્યુ વધી જાય છે.
આ કારણસર put option બીયર માર્કેટ ના ભય થી ખરીદવામાં આવે છે.

Option trading કેવી રીતે કરવું ?
ઓપ્શન ટ્રેડિંગ કરવા માટે તમારી પાસે એક ડિમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ હોવું જરૂરી છે જેમાં તમે F&O segment એક્ટિવ હોવું જોઈએ. F&O segment મદદથી તમે તમારા સ્ટોક બ્રોકર કે પ્લેટફોર્મના માધ્યમથી ઓપ્શન ટ્રેડિંગ કરી શકો છો.
ઓપ્શન ટ્રેડિંગમાં તમે 1-2 શેયર નથી ખરીદી શકતા કારણ કે ઓપ્શન ટ્રેડિંગ માં તમારે એક પૂરા લોટની(lot) ખરીદી કરવાની હોય છે. લોટની સાઈઝ શેયર ટુ શેયર નિર્ભર કરે છે જેમ કે 500 શેયરના લોટ 1000 શેયર ના લોટ.
લોટના સાઈઝ ની જાણકારી તમને તમારા શેયર બ્રોકિંગ એપ પર મળી જશે.
ઓપ્શન ટ્રેડિંગ ની બે રીત હોય છે:
1. option buying
2. option selling
ઓપ્શન ટ્રેડિંગ તમે કોઈપણ એક વિડીયો દ્વારા તથા કોઈપણ એક આર્ટીકલ વાંચીને શીખી શકતા નથી. આમાં બોલતા મેળવવા માટે તમારે સતત ટ્રેડિંગ વિશે શીખવું પડશે. ટ્રેડિંગ માં અનુભવનો ખૂબ જ મહત્વ છે.
ઓપ્શન ટ્રેડિંગ ના ટર્મ્સ
પ્રીમિયમ (Premium):
આ એક અપફ્રન્ટ પેમેન્ટ હોય છે જે બાયર દ્વારા સેલરને ઓપ્શન કોન્ટેક્ટ ખરીદવાના કારણે દેવામાં આવે છે.
સ્ટ્રાઈક પ્રાઇસ (Strike Price):
પૂર્વ નિર્ધારિત મૂલ્ય છે જે પ્રતિ શેયર કે સંપત્તિ ખરીદી કે વેચી શકાય છે.
લોટ સાઈઝ (Lot Size):
લોટ સાઈઝ શેયર ની એક નિશ્ચિત સંખ્યા દર્શાવે છે, જે ઓપ્શન ટ્રેડિંગ ની એક યુનિટ હોય છે. પ્રત્યેક સિક્યુરિટી કે શેયર માટે લોટ સાઈઝ અલગ અલગ હોય છે. ઉદાહરણ તરીકે રિલાયન્સના એક યુનિટમાં 250 શેર હોય છે.
કોલ ઓપ્શનમાં ટ્રેડિંગ કેવી રીતે કરવું ?
સ્ટોક માર્કેટમાં કોલ ઓપ્શન ખરીદવા નો મતલબ કે તમે કોઈ વિશેષ સ્ટોક કે સંપત્તિને ખરીદવા માટે એક કોન્ટેક્ટ કરી દો છો જે એક નિશ્ચિત સમય માટે હોય. કોલ ઓપ્શન ખરીદતા સમયે નીચે આપેલી વાતો ધ્યાનમાં રાખવી ખૂબ જ આવશ્યક છે.
- તમે કેટલા લોટમાં ટ્રેડ કરવા માંગો છો?
- તમે કઈ expiry માટે ટ્રેડ કરવા માંગો છો?
- રિસ્ક લેવાની ક્ષમતા
- માર્કેટમાં volatility ની શું સ્થિતિ છે?
કોલ ઓપ્શન ત્યારે વધારે નફો બનાવીને આપે છે જ્યારે એ સ્ટોક ની કિંમત એક્સપાયરી ડેટ ના પહેલા વધે છે.
પુટ ઓપ્શનમાં ટ્રેડિંગ કેવી રીતે કરવું ?
જ્યારે તમે એક પુટ ઓપ્શન ખરીદો છો તો તમે એક કોન્ટ્રેક્ટ ખરીદો છો કે જે તમને એક નિશ્ચિત મૂલ્ય પર એક નિશ્ચિત એક્સપાયરી ડેટ તક શેયર તથા સિક્યુરિટી ને વેચવાનો વિકલ્પ આપે છે.
પુટ ઓપ્શન (Put option) ત્યારે વધારે નફો બનાવીને આપે છે જ્યારે સ્ટોક તથા સિક્યુરિટી ની કિંમત expiry date પહેલા નીચે જાય છે જો તમે એક સ્ટ્રાઇક પ્રાઇસ પર પુટ ઓપ્શન ખરીદ્યો હોય તો જેમ જેમ સ્ટોક ની પ્રાઈઝ ઘટે છે તેમ પુટ ઓપ્શન ની પ્રાઈઝ વધે છે.
ઓપ્શન ટ્રેડિંગ નું ઉદાહરણ
ધારો કે એક કંપની છે ટાટા, અને એમાં બે પ્રકાર ના ઓપ્શન છે કોલ ઓપ્શન અને પુટ ઓપ્શન. જો સ્ટોકની કિંમત એક્સપાયરી પહેલા વધે છે તો કોલ ઓપસન નફો આપે છે અને જો એક્સપાયરી પહેલા સ્ટોકની કિંમત ઘટે છે તો પુટ ઓપ્શનમાં નફો થાય છે.
નિષ્કર્ષ
સ્ટોક માર્કેટમાં પ્રોફિટ કમાવા માટે ટ્રેડિંગ એક ખૂબ જ સારી પદ્ધતિ માનવામાં આવે છે. પરંતુ જેટલી સારી આ પદ્ધતિ છે એટલું જ આમાં જોખમ પણ હોય છે એટલે ઓપ્શન ટ્રેડિંગ શીખ્યા વગર તથા તૈયારી કર્યા વગર ઓપ્શન ટ્રેડિંગ (Options Trading in Gujarati) ના કરવું જોઈએ.
ઓપ્શન ટ્રેડિંગ કર્યા પહેલા તેના વિશે જાણવું ખૂબ જ મહત્વ નું છે.
Home Page | Click Here |
FAQs
-
ઓપ્શન ટ્રેડિંગમાં કેટલો ચાર્જ લાગે છે?
ઓપ્શન રીડિંગમાં ચાર્જ અલગ અલગ હોય છે. ઓપ્શન ટ્રેડિંગ નો બ્રોકરેજ ચાર્જ ટુ બ્રોકર નિર્ભર કરે છે.
-
ફ્યુચર્સ અને ઓપ્સન ટ્રેડિંગ માં શું અંતર હોય છે?
ફ્યુચર એક અનિવાર્ય કોન્ટ્રેક્ટ હોય છે જે તમને પૂર્વ નિર્ધારીત price પર ભવિષ્યની તારીખમાં સ્ટોક તથા ઇન્ડેક્સ ખરીદવા તથા વેચવા માટે ફરજિયાત કરે છે.
જ્યારે કે ઓપ્શન કોન્ટ્રાક્ટ પૂર્વ નિર્ધારિત તારીખ પર એન્ગ્રીડ પ્રાઇસ પર અંતનિર્હિત સ્ટોક કે ઇન્ડેક્સને ખરીદવા કે વેચવા વિકલ્પ આપે છે.
આ પણ વાંચો:
5 thoughts on “ઓપ્શન ટ્રેડિંગ શું છે અને તેના પ્રકાર | Options Trading in Gujarati”